પાઠ : 9 આપણું ઘર પૃથ્વી | Apnu ghar pruthvi

પાઠ :- 9    આપણું ઘર પૃથ્વી



પ્રશ્ન: 1           સૂર્યની સૌથી નજીક નો ગ્રહ કયો છે?

જવાબ:           સૂર્યની સૌથી નજીક નો ગ્રહ બુધ છે.

પ્રશ્ન: 2           ઝીરો અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે?

જવાબ:           ઝીરો અક્ષાંશ વૃત વિષુવવૃત્ત નામે ઓળખાય છે.

પ્રશ્ન: 3           23.5 ઉત્તર અક્ષાંસ અને 66.5 ઉત્તર અક્ષાંસ વચ્ચે કયુ કટિબંધ આવેલું છે?

જવાબ:           23.5 ઉત્તર અક્ષાંસ અને 66.5 ઉત્તર અક્ષાંસ વચ્ચે સમશીતોષ્ણ કટિબંધ આવેલું છે.

પ્રશ્ન: 4           પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે?

જવાબ:           પૃથ્વી પોતાની ધરી પર 66.5  અંશનો ખૂણો બનાવે છે.

પ્રશ્ન: 5           સૂર્યનો ક્રાંતિવૃત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે?

જવાબ:           સૂર્યનો ક્રાંતિવૃત વિષુવવૃત્તને વર્ષમાં બે વાર છેદે છે.

પ્રશ્ન: 6           કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્ય ગ્રહણ જોવા મળે છે?

જવાબ:           ચંદ્રના અંતરાયથી પૃથ્વી પર સૂર્ય ગ્રહણ જોવા મળે છે.

પ્રશ્ન: 7           પૃથ્વીની ગતિઓ કેટલી છે?

જવાબ:           પૃથ્વીની ગતિઓ 2 છે: (1) પરિભ્રમણ (2) પરીક્રમણ.

પ્રશ્ન: 8           ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?

જવાબ:           ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે.

પ્રશ્ન: 9           સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?

જવાબ:           સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર છે.

પ્રશ્ન: 10         1800 રેખાંશ વૃત કયા નામે ઓળખાય છે?

જવાબ:           1800 રેખાંશ વૃત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા નામે ઓળખાય છે.

પ્રશ્ન: 11         સૂર્ય પૃથ્વી કરતા કેટલા ગણો મોટો છે?

જવાબ:           સૂર્ય પૃથ્વી કરતા 13 લાખ ગણો ગણો મોટો છે.

પ્રશ્ન: 12         સૂર્ય નું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલા ગણું વધારે છે?

જવાબ:           સૂર્ય નું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 28 ગણું વધારે છે.

પ્રશ્ન: 13         સૂર્યના પ્રકાશ ને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે?

જવાબ:           સૂર્યના પ્રકાશ ને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટ લાગે છે.

પ્રશ્ન: 14         સૂર્ય નું મુખ્ય આવરણ કયા વાયુ નું બનેલું છે?

જવાબ:           સૂર્ય નું મુખ્ય આવરણ હાઈડ્રોજન વાયુ નું બનેલું છે.

પ્રશ્ન: 15         સૌર પરિવાર માં કુલ કેટલા ગ્રહો છે?

જવાબ:           સૌર પરિવાર માં કુલ 8 ગ્રહો છે.

પ્રશ્ન: 16         શુક્ર અને મંગળ ની વચ્ચે કયો ગ્રહ છે?

જવાબ:           શુક્ર અને મંગળ ની વચ્ચે પૃથ્વી છે.

પ્રશ્ન: 17         પૃથ્વી અને ગુરૂની વચ્ચે કયો ગ્રહ છે?

જવાબ:           પૃથ્વી અને ગુરૂની વચ્ચે મંગળ ગ્રહ છે.

પ્રશ્ન: 18         સૌર મંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે?

જવાબ:           સૌર મંડળમાં ગુરુ ગ્રહ સૌથી મોટો છે.

પ્રશ્ન: 19         ગુરુ ગ્રહ ના કેટલા ઉપગ્રહ છે?

જવાબ:           ગુરુ ગ્રહ ના 79 ઉપગ્રહ છે.

પ્રશ્ન: 20         ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે?

જવાબ:           ગુરુ અને યુરેનસની વચ્ચે શનિ ગ્રહ છે.

પ્રશ્ન: 21         યુરેનસ ગ્રહ ની શોધ ક્યારે થઈ હતી?

જવાબ:           યુરેનસ ગ્રહ ની શોધ ઈ.. 1781માં  થઈ હતી.

પ્રશ્ન: 22         સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે?

જવાબ:           સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે.

પ્રશ્ન: 23         સૌરાષ્ટ્રમાં ધળાજા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું?

જવાબ:           સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું.

પ્રશ્ન: 24         નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે?

જવાબ:           નક્ષત્રોની કુલ સંખ્યા 27 છે.

પ્રશ્ન: 25         અક્ષાંશવૃતો ની કુલ સંખ્યા કેટલી છે?

જવાબ:           અક્ષાંશવૃતો ની કુલ સંખ્યા 181  છે.

પ્રશ્ન: 26         રેખાંશવૃત ની કુલ સંખ્યા કેટલી છે?

જવાબ:           રેખાંશવૃત ની કુલ સંખ્યા 360  છે.

પ્રશ્ન: 27         કુલ કટિબંધો ની સંખ્યા કેટલી છે?

જવાબ:           કુલ કટિબંધો ની સંખ્યા 3 છે.

પ્રશ્ન: 28         લિપવર્ષ દર કેટલા વર્ષે આવે છે?

જવાબ:           લિપવર્ષ દર 4 વર્ષે આવે છે.

પ્રશ્ન: 29         ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે?

જવાબ:           ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે.

પ્રશ્ન: 30         22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો કોના તરફ પડવાના શરૂ થાય છે?

જવાબ:           22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે.

પ્રશ્ન: 31         પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે?

જવાબ:           પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે.

પ્રશ્ન: 32         પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક આંટો પૂરો કરે છે?

જવાબ:           પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે.

પ્રશ્ન: 33         પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ કેટલા દિવસમાં એક આંટો પૂરો કરે છે?

જવાબ:           પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે.

પ્રશ્ન: 34         વૈજ્ઞાનિકો કયા ગ્રહ ઉપર જીવ સૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે?

જવાબ:           વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ ઉપર જીવ સૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

પ્રશ્ન: 35         કયો ગ્રહ નીલા રંગના તેજસ્વી વલયો થી સુંદર લાગે છે?

જવાબ:           શનિ ગ્રહ નીલા રંગના તેજસ્વી વલયો થી સુંદર લાગે છે.

પ્રશ્ન: 36         યુરેનસ ગ્રહ ની શોધ કયા ખગોળશાસ્ત્રીએ કરી હતી?

જવાબ:           યુરેનસ ગ્રહ ની શોધ વિલિયમ હર્ષલ ખગોળશાસ્ત્રીએ કરી હતી.

પ્રશ્ન: 37         મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું છે?

જવાબ:           મહારાષ્ટ્રનું કોયના સરોવર ઉલ્કા પડવાથી બનેલું છે.

પ્રશ્ન: 38         પૃથ્વીના ગોળા પર દોરેલી ઉભી કાલ્પનિક રેખાઓ કયા નામે ઓળખાય છે?

જવાબ:           પૃથ્વીના ગોળા પર દોરેલી ઉભી કાલ્પનિક રેખાઓ અક્ષાંશવૃત નામે ઓળખાય છે.

પ્રશ્ન: 39         પૃથ્વીના ગોળા પર દોરેલી ઉભી કાલ્પનિક રેખાઓ કયા નામે ઓળખાય છે?

જવાબ:           પૃથ્વીના ગોળા પર દોરેલી ઉભી કાલ્પનિક રેખાઓ રેખાંશ વૃત નામે ઓળખાય છે.

પ્રશ્ન: 40         પૃથ્વીના બે સરખા ભાગ કોણ કરે છે?

જવાબ:           વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે.

પ્રશ્ન: 41         ઇંગ્લેન્ડમાં ગ્રિનીચ શહેર પરથી પસાર થતા 00 અંશ રેખાંશ વૃતને શું કહે છે ?

જવાબ:           ઇંગ્લેન્ડમાં ગ્રિનીચ શહેર પરથી પસાર થતા 00 રેખાંશ વૃતને ગ્રિનીચરેખા કહે છે.

પ્રશ્ન: 42         કઈ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે?

જવાબ:           આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે.

પ્રશ્ન: 43         શાના કારણે ઋતુઓ અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે?

જવાબ:           પૃથ્વીના ધરી નમનના કારણે ઋતુઓ અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે.

પ્રશ્ન: 44         14 જાન્યુઆરીએ સૂર્ય કઈ રાશિમાં પ્રવેશ કરે છે?

જવાબ:           14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિ રાશિમાં પ્રવેશ કરે છે.

પ્રશ્ન: 45         ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત ક્યારે હોય છે?

જવાબ:           ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત 21 જૂનના દિવસે હોય છે.

પ્રશ્ન: 46         સૂર્યગ્રહણ ક્યારે થાય છે?

જવાબ:           સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે.

પ્રશ્ન: 47         ચંદ્રગ્રહણ ક્યારે થાય છે?

જવાબ:           ચંદ્રગ્રહણ પૂનમની રાત્રીએ થાય છે.

Click Here To Download PDF file

*****

Comments

Popular posts from this blog

Hindi sem 2 STD 7 2. HUM BHI BANE MAHAN | 2. हम भी बने महान

varno ka vargikaran | वर्णो का वर्गीकरण

shabd kosh ka kram in Hindi | शब्दकोश का क्रम